Psalms 110

1યહોવાહે મારા પ્રભુને કહ્યું, “જ્યાં સુધી હું તારા દુશ્મનોને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”

2યહોવાહે કહ્યું, “સિયોનમાંથી તમારા સામર્થ્યનો રાજદંડ પકડો;

તારા શત્રુઓ પર રાજ કર.
3તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવા ઇચ્છશે
પવિત્રતાની સુંદરતા પહેરીને અને મળસકાના ગર્ભસ્થાનમાંથી નીકળીને તમે આવો;
તારી યુવાવસ્થાનું જોર તને દોરે છે.

4યહોવાહે સમ ખાધા છે અને તે બદલશે નહિ:

તમે મેલ્ખીસદેકના ધોરણે,
સદાને માટે યાજક છો.”

5પ્રભુ તમારે જમણે હાથે છે.

તે પોતાના કોપને દિવસે રાજાઓને મારી નાખશે.
6તે દેશોનો ન્યાય કરશે;
તે ખીણોને મૃતદેહોથી ભરશે;
તે ઘણા દેશોમાંથી આગેવાનોને મારી નાખશે.

તે માર્ગમાંના ઝરાઓમાંથી પાણી પીશે

અને વિજય પછી તે પોતાનું માથું ઊંચું કરશે.
7

Copyright information for GujULB